09-08-2026
કસ્તુરબા અધ્યાપન મંદિરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભાકવભીની અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજની તમામ તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય, શ્લોક અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ તાલીમાર્થી બહેનોએ વિવિધ આદિવાસી બોલીઓ જેવી કે ચૌધરી, ગામીત, વસાવા અને કોંકણીમાં સંવાદો રજૂ કરી પોતાની ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યતાની સુંદર ઝલક રજૂ કરી હતી.
આ પ્રસંગે અધ્યાપકશ્રી ચંદ્રકાંતભાઈએ ગામીત ભાષામાં આદિવાસી સંસ્કૃતિ, રીત-રિવાજો અને પરંપરાઓનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમાર્થી બહેનોએ નાટકો દ્વારા આદિવાસી જીવનશૈલી, સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત બનાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રતિકભાઈ વ્યાસે તાલીમાર્થી બહેનોની સુંદર કૃતિઓની પ્રશંસા કરી હતી તથા સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના જતન તથા સન્માનનું મહત્વ સમજાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઋત્વિકા ચૌધરી, અંજલી વસાવા અને જ્યોતિ વસાવાએ કર્યું હતું. કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને વારસાના જતન પ્રત્યે ગૌરવ તથા જાગૃતિની ભાવના કેળવાઈ. સમગ્ર કાર્યક્રમ જ્ઞાન, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય બની રહ્યો.
.jpeg)

07-08-2026
3. કવિવર રવીન્દ્રનાથ ટાગોર પુણ્યતિથિની ભાવભીની ઉજવણી
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી (ડી.એલ.એડ. કોલેજ) ખાતે તા. ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વકવિ, મહાન ચિંતક, કવિ, સાહિત્યકાર અને કેળવણીકાર રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ભાવભીની અને જ્ઞાનસભર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો પ્રારંભ શ્લોક, ટાગોર રચિત પ્રાર્થના તથા “ભેંગે મોરે”ના સમૂહગાનથી કરવામાં આવ્યો. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રતિકભાઈ વ્યાસે PPT દ્વારા ટાગોરના જીવન, સાહિત્ય, શિક્ષણદર્શન અને ‘ગીતાંજલિ’ વિશે માહિતી આપી. ‘પોપટની તાલીમ’ વાર્તા દ્વારા શિક્ષણમાં ગોખણપટ્ટી કરતાં સ્વતંત્ર વિચારશક્તિ અને સર્જનાત્મકતાના મહત્ત્વને સમજાવવામાં આવ્યું.
તાલીમાર્થી બહેનો તથા અધ્યાપકોએ ટાગોરના જીવનપ્રસંગો, વ્યક્તિત્વ, શિક્ષણવિચારો અને પ્રેરણાદાયી ઘટનાઓ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. ભૂતપૂર્વ આચાર્ય સંગીતાબેન દેસાઈએ ટાગોરની બહુમુખી પ્રતિભા, બંગાળી ગીતોના અનુવાદ તથા “કરો રક્ષા કરો વિપદ માહી” પ્રાર્થનાનો ભાવાર્થ સમજાવી તાલીમાર્થીઓને ટાગોરનાં પુસ્તકો વાંચવા પ્રેરણા આપી. “એકલો જાને રે” અને “ચરણ આપના ક્યા બિરાજે” જેવા ગીતોની સુંદર રજૂઆત પણ કરવામાં આવી.
આ પ્રસંગે ટાગોરના પુસ્તકોનું પ્રદર્શન તેમજ રંગોળી, નિબંધ, ચિત્ર, વક્તૃત્વ, વર્ગખંડ સુશોભન, મહેંદી અને કેશગૂંફન જેવી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન નેહાંગી ચૌધરીએ કર્યું. અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું.
આ સમગ્ર આયોજન ટાગોરના જીવન, સાહિત્ય, શિક્ષણદર્શન, કલા અને માનવતાવાદી વિચારોને સમજવા તથા જીવનમાં ઉતારવાની પ્રેરણા આપનારું બની રહ્યું. કાર્યક્રમ જ્ઞાન, કલા, સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય બની સ્મરણિય રહ્યો.

29-07-2026
2. કસ્તુરબા અધ્યાપન મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભાવભીની ઉજવણી
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે તા. ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગુરુપૂર્ણિમાની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય, મંગળશ્લોક, પ્રાર્થના અને પ્રેરણાદાયી ગીતથી કરવામાં આવ્યો. ત્યારબાદ તાલીમાર્થી બહેનોએ ગુરુવંદના અર્પણ કરી હતી.
કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રતિકભાઈ વ્યાસે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું તેમજ ગુરુપૂર્ણિમાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે માહિતી આપી. તાલીમાર્થી બહેનો ત્વિષા પટેલ, પલ રાજપૂત, દીશા કે. ચૌધરી અને નિધિ ગેઈને ગુરુપૂર્ણિમા વિષય પર વક્તવ્ય રજૂ કર્યા. વિવિધ ટુકડીઓ દ્વારા ભક્તિભાવસભર ગીતોની સુંદર રજૂઆત પણ કરવામાં આવી.
અધ્યાપકમિત્રો શ્રી પંકજભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ અને શ્રીમતી પાર્વતીબેને ગુરુ-શિષ્ય સંબંધો, શિક્ષકના જીવનમૂલ્યો અને પોતાના અનુભવો રજૂ કર્યા. નિવૃત્ત આચાર્ય શ્રીમતી સંગીતાબેને ગુરુના જીવનમાં રહેલા અમૂલ્ય સ્થાન અંગે હૃદયસ્પર્શી વિચારો વ્યક્ત કરી ગુરુપૂર્ણિમાને આત્મચિંતન અને કર્તવ્યના પુનઃમૂલ્યાંકનનો અવસર ગણાવ્યો.
કાર્યક્રમનું સંચાલન દિશા એમ. ચૌધરી અને ક્રિષ્ના ચૌધરીએ કર્યું. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન થયું. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સંસ્કાર, જ્ઞાન અને ગુરુપ્રત્યેની કૃતજ્ઞતાથી ઓતપ્રોત રહ્યો અને તાલીમાર્થીઓને ગુરુના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા મળી.

.jpeg)

11-07-2026
1. કસ્તુરબા અધ્યાપન મંદિરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી
22-02-2026
15. *પલાશ પર્વમાં કસ્તૂરબા અધ્યાપન મંદિર બોરખડી દ્વારા અર્વાચીન ગરબાની આકર્ષક રજૂઆત
28-01-2026
તાપી જિલ્લાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫
26-01-2026
77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી સન્માનિત
18-01-2026
કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડી ખાતે "વારલી ચિત્રકળા વર્કશોપ" યોજાયો.
23-12-2025
પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ-2025-26
21-12-2025
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે દાનોત્સવ કાર્યક્રમ
07-12-2025
સયાજી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય યોગ શિબિર
27-11-2025
તાપીનું ગૌરવ : અર્વાચીન ગરબામાં કસ્તુરબા અધ્યાપન મંદિર રાજ્યકક્ષાએ તૃતીય
18-11-2025
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વ્યારા ખાતે યુનિટી માર્ચ – પદયાત્રા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વ્યારા ખાતે યુનિટી માર્ચ – પદયાત્રાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું, જેમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીના NSSના 50 તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી, જેમાં સંસ્થાની બહેનોએ **પ્રાચીન પરંપરાગત ભારતીય લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં ગરબા અને રાસ સુંદર રીતે રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનો તથા નાગરિકોમાંથી ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યો હતો.
પદયાત્રા દરમિયાન રેલી પનિહારી , ટીચકપુરા, માયપુર, કોહલી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ **ફૂલો તથા તાળીઓથી અને ગરબાના તાલ સાથે * રેલીનું *ઉષ્માભર્યું સ્વાગત NSS તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્ર્મનું આયોજન અને સંચાલન NSS ઓફિસર ડો પ્રતિકભાઈ વ્યાસે કર્યું હતું.
આ યુનિટી માર્ચ દ્વારા રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ, સ્વયંસેવા, સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક જાગૃતિ જેવા મૂલ્યોને સુંદર રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા. NSS બહેનોએ શિસ્ત, સહકાર, નેતૃત્વ તથા જવાબદારી ભાવના સાથે ઉત્તમ કામગીરી રજૂ કરી હતી.

11-11-2025
વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી
04-11-2025
એકતા ઉત્સવ – ભારત પર્વ ૨૦૨૫માં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની ગૌરવપૂર્ણ રજૂઆત
11-10-2025
Mission Life અંતર્ગત Tapi fun fest -2025 કાર્યક્રમ
07-10-2025
નશાબંધી સપ્તાહની ઊજવણી.
22-09-2025
વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 25 ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ
27-08-2025
બ્લડ ડોનેશન કેમ્પ
10-07-2025
ગુરુપૂર્ણિમા તથા પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનો પ્રવેશોત્સવ
31-03-2022
32. વૃક્ષારોપણ કાર્યક્રમ
31-03-2022
33. કોવિડ રસીકરણનો કાર્યક્રમ ભાગ-1
31-03-2022
33. કોવિડ રસીકરણનો કાર્યક્રમ ભાગ-2
31-03-2022
33. કોવિડ રસીકરણનો કાર્યક્રમ ભાગ-3
15-03-2022
30. ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ ભાગ-2
15-03-2022
30. ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ ભાગ-3
14-03-2022
30. ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ ભાગ-1
08-03-2022
29. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી ભાગ-3
03-03-2022
29. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી ભાગ-2
01-03-2022
29. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી ભાગ-1
30-01-2022
28. ગાંધી નિર્વાણ દિનની ઊજવણી
30-01-2022
28. ગાંધી નિર્વાણ દિનની ઊજવણી ભાગ-2
26-01-2022
27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-1
આજ રોજ તા. 26.01.22 પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ સવારે 5.0 વાગે વૈતાલિક કાઢવામાં આવી. જેમાં બહેનોએ પ્રભાતિયા ગાતા ગાતા સૌને જાગૃત કર્યા. કેમ્પસ અને આશ્રમશાળા સુધી વૈતાલિક રેલી કાઢવામાં આવી. જેમાં પ્રથમ વર્ષ અને બીજા વર્ષના બહેનો જોડાયા હતા. ત્યારબાદ કેમ્પસ સફાઈ કરી. કોરોના ગાઇડલાઇન મુજબ રેલી કાઢવાની નહોતી. સવારના વાતવરણને પ્રફુલિત કરવા માટે દેશ ભક્તિ ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. ત્યારબાદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાયા. બાદમાં અધ્યાપન મંદિર કેમ્પસમાં સૌ ગ્રામજનો, સરપંચ બહેનશ્રી , ગામના વડીલો મિત્રો, શિક્ષકો ,વિદ્યાર્થિનીઓ તેમજ તાલીમાર્થી બહેનો સૌ ધ્વજ વંદન વિધિમાં જોડાયા. ધ્વજ વંદન વિધિ સારી રીતે પૂરી કર્યા બાદ સૌ ગ્રામ જનોએ ચા નાસ્તો કરી છૂટા પડ્યા.
આજ રોજ બપોર પછી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળના દિવસે દરેક સ્પર્ધાની સમજ આપી નામ નોંધણી કરવામાં આવી. રીંગણશોધ, ત્રિપગી દોડ, કોથળા કૂદ, સિક્કા શોધ,ડબ્બા ફોડ , સંગીત ખુરશી, ક્રીકેટની ટિમ બનાવી 5-5 ઓવરની મેચ રાખી હતી.
સાંજે 5.0 થી 6.30 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 કૃતિ દેશભક્તિ આધારિત રજૂ કરવામાં આવી હતી. વચ્ચે વચ્ચે દેશભક્તિ ગીતો વ્યક્તિગત ગાયા હતા. આ કાર્યક્રમનો આનંદ ઉ.બુ વિદ્યાલય બોરખડી અને આશ્રમશાળાના બાળકો એ માણ્યો હતો.

26-01-2022
27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-2

27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-3

27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-4

24-01-2022
26. કસ્તુરબા અધ્યાપન મંદિર બૉરખડી માં રાષ્ટ્રીય દિકરી દિનની ઉજવણી ભાગ-2
24-01-2022
કસ્તુરબા અધ્યાપન મંદિર બૉરખડી માં રાષ્ટ્રીય દિકરી દિનની ઉજવણી ભાગ-1
23-01-2022
25. એલાયન્સ કલબ દ્વારા ડ્રેસ વિતરણ કાર્યક્રમ
11-01-2022
24. વિજ્ઞાન મેળો
07-01-2022
23. સેવા સેતુ કાર્યક્રમ
23-12-2021
22. દાર્શનિક પાઠ
01-12-2021
21. વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી
28-11-2021
20. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિ ગીતની શિબિર
28-11-2021
20. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિ ગીતની શિબિર ભાગ-2
28-11-2021
20. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિ ગીતની શિબિર ભાગ-3
26-11-2021
19. સદભાવના દિવસની ઊજવણી
25-10-2021
18. માઇક્રો પાઠનો અહેવાલ
09-10-2021
16. ગાંધી જયંતીની ઊજવણી અંતર્ગત ખાદી ફેરી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક પ્રવૃત્તિમાં ખાદીફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે અમે તાલીમાર્થી બહેનોની ચાર અલગ અલગ ટુકડી પાડવામાં આવી . દરેકને અલગ અલગ ગામ ફાળવવામાં આવ્યાં, જેવા કે બોરખડી, માયપુર, કહોલી, લોટરવા. ઇન્ટર્નશીપની સાથે સાથે 1.30 કલાકની આ પ્રવૃત્તિ જોડી દીધી હતી. બહેનોએ ખૂબ ઉત્સાહથી આ કાર્ય કર્યું. ખાદી ફેરીમાં તૈયાર બુશર્ટ, આસનિયા, ટુવાલ, નેપકિન, હાથ રૂમાલ ,નહાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ વગેરે લઈ ગયા હતાં. એક અઠવાડિયાના અંતે 14,000 રૂપિયા જેવી મોટી રકમનું વેચાણ કાર્ય કર્યું હતું. બહેનોએ પણ સાબુ ખરીદ્યા, પોતાના ભાઈ તથા પપ્પા માટે શર્ટ ખરીદ્યા. ખાદીનો પ્રચાર પ્રસાર કેવી રીતે વધુ થાય તે અંગે દરેક ટુકડી વિચારી આયોજન કરતી હતી. એક અલગ અનુભવ તાલીમાર્થીને મળ્યો એવું ચોક્કસ કહી શકાય.

09-10-2021
17. કિશોરીઓને જાતિય રોગો અંગેની માહિતી માટેનો સેમિનાર
02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-1
02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-2
02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-3
02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-4
02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-5
30-09-2021
14. નાટક અંગેની શિબિર
26-09-2021
13. એલાયન્સ કલબ સુરત 141 ,સુરત તરફથી નોટબૂક વિતરણ કાર્યક્રમ
21-09-2021
12. કાનના ડોક્ટર દ્વારા મેડિકલ ચેકઅપ
16-09-2021
10. પ્રવેશોત્સવ
14-09-2021
11. ગણિત ક્વિઝ-3
10-09-2021
9. ગણપતિ મહોત્સવની ઊજવણી
10-09-2021
9. 1. ગણપતિ મહોત્સવની ઊજવણી ભાગ-2
04-09-2021
8. શિક્ષક દિનની ઊજવણી
02-09-2021
7. ગણિત ક્વિઝ-2
27-08-2021
6. ગણિત ક્વિઝ-1
15-08-2021
5. 15 મી ઓગસ્ટની ઉજવણી
06-08-2021
4. તાપી જીલ્લામાંથી ગ્રીન ચેમ્પિયન તરીકે કસ્તુરબા અધ્યાપન મંદિર ,બોરખડીની પસંદગી
31-07-2021
2. એલાયન્સ કલબ ઈન્ટરનેશનલ, ડીસ્ટીક્ટ 141 દ્વારા ગ્રામ સેવા સમાજ,વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં સર્વિસ activities અંતર્ગત પ્રવૃત્તિઓ
એલાયન્સ કલબ ઈન્ટરનેશનલ, ડીસ્ટીક્ટ 141 દ્વારા ગ્રામ સેવા સમાજ, વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં સર્વિસ activities અંતર્ગત તા.31-7-21નાં રોજ અધ્યાપન મંદિરના ભોજનાલયનાં બાંધકામમાં ડોનેશન આપવું, ગામના 100 મહિલા માટે સાડીનું વિતરણ અને અન્ય કપડાંનું વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનોએ પ્રાર્થના દ્વારા કરી હતી કોલેજના આચાર્ય સંગીતાબેને મહેમાનોને આવકારી કોલેજ અને કોલેજની પ્રવૃતિ જણાવી હતી . એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને બીરદાવી આભાર વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનાં પ્રમુખ કે જી. અગ્રવાલ સર, સાધના મેડમ, ડીસ્ટીકટ ગવર્નર ડો બીમલેશ તેવટીયા મેડમ, અતિથિ વિશેષ ડો મનમિતસિંહ જુનેજા, ડો તૃપ્તા બેન જૂનેજા મેડમ, ભુપેન્દ્રભાઈ ચહાવાલા, વિષ્ણુભાઈ, રાજેશભાઈ ચહાવાલા એ કાર્યક્રમની શોભા વધારી હતી. ડૉ બીમલેશબેન તેવટીયા મેડમે તાલીમાર્થી બહેનોએ ગાયેલા ગીતનો ભાવ હિન્દી ભાષામાં સમજાવ્યો હતો. વારંવાર આવવાનું મન થાય એવું આત્મીયતા ભર્યુ વાતાવરણથી પ્રભાવિત થયા હતાં. એલાયન્સ ઇન્ટરનેશનલ પ્રમુખશ્રી અગ્રવાલ સરે અહીંની પ્રવૃતિથી આનંદિત થયા હતા. તાલીમાર્થી બહેનોને સંબોધી કહ્યું હતું કે ખરું શિક્ષણ બુનિયાદી શિક્ષણ છે.જે તમને અહીં મળી રહ્યું છે .આ શિક્ષણને બાળકો સુધી તમારે પહોચાડવાનું છે. કૉલેજથી પ્રવૃતિ જાણી સૌને અભિનંદન પાઠવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગામની 50 થી વધું મહિલાએ હાજરી આપી સહર્ષ સાડી સ્વીકારી આભાર વ્યકત કર્યો હતો. એલાયંસ ઇન્ટર નેશનલનાં પ્રમુખ તરફથી કોલેજના આચાર્ય એ ડોનેશનની રકમ સ્વીકારી આભાર વ્યકત કર્યો હતો. ભુપેન્દ્રભાઈ એ સૌને દાન આપવા પ્રોત્સાહિત કર્યાં હતા. સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન શ્રી જયંતીભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.આભાર વિધિ કમલેશભાઈ કરી હતી. કાર્ય ક્રમને અંતે મહેમાનોએ વાતાવરણ ને અનુકૂળ નાસ્તો કરી તૃપ્ત થઈ વિદાય લીધી હતી.

08-05-2021
1. કોવિડ કેર સેન્ટરનો અહેવાલ
05-09-2019
શિક્ષકદિનનો અહેવાલ
29-08-2019
રમતોત્સવ અહેવાલ
અમારી કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં તા.29/08/2019ના રોજ રાષ્ટ્રિય રમત દિવસ નિમિત્તે રમતોત્સવ રાખવામાં આવ્યો હતો. જેમાં ખો-ખો,100મી દોડ,ગોળાફેંક,સંગીત ખુરશી,લીબું ચમચી,કોથળા કૂદ,ત્રિપગી દોડ,રસ્સા ખેંચ જેવી રમતો યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી એલ એડની તમામ બહેનોએ ભાગ લીધો હતો. રમતની શરૂઆત સૌ પ્રથમ 100મી દોડથી કરી હતી જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી એલ એડની તમામ બહેનોએ ભાગ લીધો હતો અને વિજેતાને પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમ આપ્યા હતા. ત્યારબાદ ગોળાફેંક રમત રમાડવામાં આવી હતી જેમાં પણ પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી એલ એડની તમામ બહેનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ સંગીત ખુરશીની રમત રમાડવામાં આવી હતી અને વિજેતાને પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમ આપ્યા હતા. ત્યારબાદ લીબું ચમચી,કોથળા કૂદ,ત્રિપગી દોડ,રસ્સા ખેંચ જેવી રમતો રમાડવામાં આવી હતી અને વિજેતાને પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમ આપ્યા હતા.આ બધી રમતો પૂર્ણ થયા બાદ દરેક જણાએ શપથ લીધી હતી.

15-08-2019
15 મી ઓગસ્ટનો અહેવાલ
13-08-2019
યુવા મહોત્સવ(તાલુકા કક્ષા)નો અહેવાલ
તા. 13/08/2019ના રોજ ગ્રામ સેવા સમાજ,વ્યારા સંચાલિત દક્ષિણાપથ વિદ્યાલય,વ્યારા સ્થળે તાલુકા કક્ષાનો યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાંથી 21 બહેનોએ ભાગ લીધો હતો. અમારી કોલેજ તરફથી હળવુ કંઠ્ય, સમૂહ ગીત,એકપાત્રીય અભિનય,વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા જેવી કૃતિ રજૂ કરવાની હતી. અમે કોલેજથી સવારે 8:30 વાગ્યે નીકળી 9:00 વાગ્યે દક્ષિણાપથ વિદ્યાલય,વ્યારા પહોંચી ગયા ત્યાં જઈ સૌ પ્રથમ અમે અમારી કૃતિઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારબાદ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને ચા-નાસ્તો કરાવવામાં આવ્યો પછી અમે અમારા માર્ગદર્શક અધ્યાપક શ્રી ચંદ્રકાંતભાઈ અને પાર્વતીબેન સાથે પોત પોતાના વિભાગમાં પહોંચી ગયા ત્યાં લગભગ 11:00 વાગ્યાની આસપાસ કાર્યક્રમની શરૂઆત થઈ.
સૌ પ્રથમ અમારી તાલીમાર્થી બહેનોએ એક સરસ મજાનું સમૂહગીત રજૂ કર્યુ ત્યારબાદ સંગીત વિભાગમાં સૂરસંગીતનો કાર્યક્રમ ચાલતો હતો ત્યાં પણ અમારી તાલીમાર્થી બહેનોએ સરસ મઝાનું ગીત રજૂ કર્યું.આ દરમ્યાન અમે બીજી કૃતિઓનો આનંદ માણ્યો હતો. લગભગ 2:00 વાગ્યાની આસપાસ બધી જ કૃતિઓ પૂર્ણ થઈ ગઈ હતી.ત્યારબાદ 3:30 વાગ્યે અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડી આવી પહોંચ્યા હતા.
આમ, આ યુવા મહોત્સવમાં અમને ખૂબ જ આનંદ મળ્યો અને સાથે-સાથે નવું નવું જાણવા અને શીખવા પણ મળ્યું.

07-08-2019
રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિનો અહેવાલ-2019
અમારી સંસ્થા ક્સ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણી તા. 07/08/2019 ના રોજ કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ શ્લોક ,પ્રાર્થના,ગીતથી શરૂઆત કરી. ત્યારબાદ આચાર્યાશ્રી સંગીતાબેને ઉદ્દબોધન કર્યુ પછી રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિના ભાગરૂપે સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહેંદી,રંગોળી, કેશગુંફન, ચિત્ર,વકતૃત્વ ,આરતી શણગાર, સર્જન તથા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.જેમાં ચિત્ર સ્પર્ધામાં 11તાલીમાર્થી બહેનો,રંગોળી સ્પર્ધામાં 7 ટુકડીઓ, કેશગુંફનમાં 5, આરતી શણગારમાં ૨,મહેંદીમાં 10 અને સર્જનમાં ૩ આમ,તાલીમાર્થી બહેનોએ હર્ષભેર ભાગ લીધો હતો.સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થી બહેનોને 1,2 અને 3 એમ ક્રમ આપવામાં આવ્યા.
આમ, અમે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ રાખી અને ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

16-07-2019
ગુરૂપુર્ણિમાનો અહેવાલ-2019
11-07-2019
વિશ્વ વસ્તી દિનનો અહેવાલ-2019
અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં 11 જુલાઈ ‘વિશ્વ વસ્તી દિન’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10:10 કલાકે વિશ્વ વસ્તી દિન કાર્યક્રમની શરૂઆત થઈ હતી. કાર્યક્રમની શરૂઆત શ્ર્લોક, પ્રાર્થના અને ગીતથી થઈ હતી. સંસ્થાના આચાર્યાશ્રી સંગીતાબેન, અધ્યાપકશ્રી ડો. પ્રતિકભાઈ, પંકજભાઈ, પાર્વતીબેન, રાજેશભાઈ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પુષ્પગુચ્છ અને વેલકમ કાર્ડ દ્વારા અધ્યાપકોનું સ્વાગત થયુ હતું.
11મી જુલાઈએ ‘વિશ્વ વસ્તી દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિનની શરૂઆત ઈ.સ. 1989 માં કરવામાં હતી. જેના વિશેની માહિતી આચાર્યાશ્રી સંગીતાબેને આપી હતી ત્યારબાદ ડો. પ્રતિકભાઈ વ્યાસે આંકડાકીય માહિતી આપી. ‘વિશ્વ વસ્તી દિન’ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ જેવી કે નાટક, ચિત્ર, નિબંધ, વાર્તા અને પોસ્ટર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ નાટક સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુલ 10 બહેનોએ ભાગ લીધો હતો. તેઓએ સરસ રીતે પોતાના પાત્રો રજૂ કર્યા હતા. આ નાટકમાં વસ્તી વધારાના કારણો, વસ્તી ઘટાડવાના કારણો વગેરે વિષયો પર પાત્રો રજૂ થયા હતા.
નાટક સ્પર્ધા પછી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધામાં કુલ 9 બહેનોએ ભાગ લીધો હતો અને નિબંધ સ્પર્ધામાં કુલ 16 બહેનોએ ભાગ લીધો હતો. તાલીમાર્થી બહેનોના ચિત્રો અને નિબંધો વિષય અનુરૂપ હતા. ત્યારપછી 6 બહેનોએ સ્લોગનવાળા પોસ્ટર સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારબાદ “નાનું કુટુંબ, સુખી કુટુંબ” નાટક રજૂ થયુ હતું. આ નાટકમાં નાનું કુટુંબ અને મોટુ કુટુંબ વચ્ચેનો ભેદ પ્રગટ થયો હતો. તેમાં આચાર્યાશ્રી , અધ્યાપકો અને તાલીમાર્થી બહેનોએ ખૂબ મજા માણી હતી અને આ નાટક ખૂબ જ સારી રીતે રજૂ થયુ હતું. અંતે રાષ્ટ્રગીત ગાઈને છુટા પડ્યા હતા.

21-06-2019
વિશ્વ યોગ દિનનો અહેવાલ -2019
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી તા.૨૧/૦૬/૧૯ ના રોજ ‘વિશ્વ યોગ દિન’ ની ઉજવણી કરવામાં આવી તેમાં તાલીમાર્થી બહેન અને અધ્યાપકોએ 6:30 કલાકથી બાયોસેગ દ્વારા પ્રસારિત માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ નિહાળ્યો. ત્યારબાદ યોગ કરવામાં આવ્યા હતા. યોગની શરૂઆત સવારે 7:30 કલાકથી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ઓમ કાર કરવામાં આવ્યુ. ત્યારબાદ શ્લોકનું ગાન કરાવી બોડી રોટેશનમાં ગરદન અને ખભાનું પરિભ્રમણ કરવામાં આવ્યુ. ત્યારબાદ આસનોમાં ઉભા રહીને કરી શકાય તેવા આસનો જેવા કે તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, ત્રિકોણાસન, બેસીને કરી શકાય તેવા આસનો જેવા કે અર્ધઉષ્ટ્રાસન, વક્રાસન, વજ્રાસન, શશાંકાસન અને સૂઇને કરી શકાય તેવા આસનો માં પેટના બળ પર કરવાના આસનો જેવા કે મકરાસન, ભુજંગાસન અને પીઠના બળ પર કરવાના આસનોમાં પુર્ણ પવનમુક્તાસન, સેતુઆસન, સવાસન કરવામાં આવ્યા.આમ, અમને આસનો ખૂબ સરળતાથી કરાવ્યા અને તેનું મહત્વ પણ સમજાવ્યું.
ત્યારબાદ પ્રાણાયામમાં સૌ પ્રથમ કપાલભાતિ પ્રાણાયામ,ભ્રામરી પ્રાણાયામ અને નાડીશોધન પ્રાણાયામ કરવામાં આવ્યું પછી ધ્યાન કરાવી શ્લોક નું ગાન કરાવ્યું અને અંતે સંકલ્પ લેવડાવી અમને અમારા આચાર્યા સંગીતાબેને અમને તમામ આસનોના ફાયદા સમજાવ્યા અને તેના દ્વારા શરીરના વિકાસની સમજ આપવામાં આવી.
આમ, અમારી કોલેજમાં ‘વિશ્વ યોગ દિન’ ઉજવણી ખૂબજ ઉત્સાહથી કરવામાં આવી.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ધર્મિષ્ઠાબેન, નંદનીબેન, મનીષાબેન અને પ્રિયંકાબેને કર્યું. અમને તો આસન અને પ્રાણાયામ કરવાની મજા આવી.સાથે સાથે અમારા અધ્યાપકોને પણ ખૂબ મજા આવી.ખરેખર આ દિવસે અમને યોગ અને આસનો વિશે શીખવા અને જાણવા મળ્યું.

19-02-2019
ઓરિગામીનો અહેવાલ
12-02-2019
રાજયકક્ષાનો રમતોત્સવ અહેવાલ
22-12-2018
સઘન શિક્ષણ સેમિનાર સા.વિ.(ધો-7)(ગડત)
વિનોબા આશ્રમશાળા,ગડત મુકામે તા.22/12/18 થી તા.24/12/18 સુધી સઘન શિક્ષણ સેમિનાર સા.વિ. ધો-7નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનોએ શ્લોક,પ્રાર્થના અને સ્વાગતગીત ગાઈને કરી હતી. મુખ્ય મહેમાનોમાં હળપતિ સેવા સંઘ બારડોલી,પગલા સમિતિ અને રચનાત્મક સંઘના પ્રમુખશ્રી અરવિંદભાઇ દેસાઈ, ગ્રામ સેવા સમાજ,વ્યારાના પ્રમુખશ્રી ગણપતભાઈ ગામીત,સ્વરાજ આશ્રમ,વેડછીના ટ્રસ્ટી શ્રી માધુભાઈ ચૌધરી, મોહનભાઈ મઢીકર તેમજ વેડછી બી એડ કોલેજના આચાર્યાશ્રી અંજનાબેન અને ઉષાબેન મુખ્ય મહેમાનો હતા તેમજ 31 જેટલી જુદીજુદી આશ્રમશાળાના આચાર્યશ્રીઓ તેમજ સામાજિક વિજ્ઞાન ધો-7ના શિક્ષકો અને બાળકો આવ્યા હતા. આ સેમિનારનું ઉદ્દ્ઘાટન ડો.તુષારભાઈ ચૌધરીએ કર્યું હતું તેમની સાથે મોહનભાઈ પંડ્યા તેમજ ધારાસભ્ય શ્રી પુનાજીભાઈ ગામીત આવ્યા હતા. મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં જુદા જુદા વિભાગો હતા જેમાં પ્રદર્શન વિભાગ,ચર્ચા સભા,ક્વિઝ વિભાગ,નિદર્શન વિભાગ, ગાંધી દર્શન,ઓડિયો વ્યુઝ્યલ વિભાગ,નકશા પુર્તિ વિભાગ,સર્જન વિભાગ પાડવામાં આવ્યા હતા. તેમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બહેનોએ નિદર્શન વિભાગનું આયોજન કર્યુ હતું અને વેડછી બી એડ કોલેજના બહેનોએ સર્જન વિભાગનું આયોજન કર્યુ હતું તેમાં વક્તા તરીકે દક્ષાબેન વ્યાસ અને ડો.ધર્મેશ પંડ્યા આવ્યા હતા. વિવિધ આશ્રમશાળાઓના બાળકો દ્વારા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં અધ્યક્ષ સ્થાને ભગુભાઈ દરજી અને મહેશભાઈ ધીંમરના પુસ્તકનુ વિમોચન કરવામા આવ્યુ હતુ ત્યારબાદ કાર્યક્રમ રાષ્ટ્રગીત ગાઈને પુર્ણ કરવામાં આવ્યો હતો.

04-12-2018
સઘન શિક્ષણ સેમિનાર સા.વિ.(ધો-7)
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી દ્વારા તા.04/12/18 ના રોજ સઘન શિક્ષણ સેમિનાર સા.વિ. ધો-7 ની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનોએ શ્લોક,પ્રાર્થના અને ગીત ગાઈને કરી હતી. આચાર્યાશ્રી સંગીતાબેન દ્વારા મહેમાનોનું ફૂલ અને વેલકમ કાર્ડ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યારબાદ સંચાલક શ્રી ભગુભાઈ દરજી દ્વારા મિટીંગનું સંચાલન કરવામાં આવ્યુ હતું. મુખ્ય મહેમાનોમાં હળપતિ સેવા સંઘ બારડોલી,પગલા સમિતિ અને રચનાત્મક સંઘના પ્રમુખશ્રી અરવિંદભાઇ દેસાઈ ,ગ્રામ સેવા સમાજ,વ્યારાના પ્રમુખશ્રી ગણપતભાઈ ગામીત ,સ્વરાજ આશ્રમ,વેડછીના ટ્રસ્ટી શ્રી માધુભાઈ ચૌધરી, મોહનભાઈ મઢીકર,તેમજ વેડછીના આચાર્યાશ્રી અંજનાબેન અને ઉષાબેન મુખ્ય મહેમાનો હતા તેમજ 31 જેટલી જુદીજુદી આશ્રમશાળાના આચાર્યશ્રીઓ તેમજ સામાજિક વિજ્ઞાન ધો-7ના શિક્ષકો અને દરેક શાળાના બે-બે બાળકો મિટીંગમાં આવ્યા હતા. તેમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બહેનોએ નિદર્શન વિભાગનું આયોજન કર્યુ હતું. કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બહેનો દ્વારા નિદર્શન વિભાગમાં અકબર-બીરબલનું નાટક(પ્રથમવર્ષ), ભારતના રાજ્યોની પઝલ,તાપી જિલ્લાનું નકશા વાંચન, દિવસ અને રાત, ગુજરાતના જોવાલાયક સ્થળો,વિવિધ દેશોમાં સ્થાનિક સમય,મધ્યપ્રદેશના જોવાલાયક સ્થળો,મહારાષ્ટ્રના જોવાલાયક સ્થળો,બજારમાં ગ્રાહક,ભારતની નદીઓ,રસ્તા પરના સાઈનબોર્ડ ,ભારતદર્શન ,ભારતના શિલ્પસ્થાપત્યો,રાજસ્થાનના જોવાલાયક સ્થળો,ભારતના રાજ્યોના પાટનગરની પઝલ,ભારતની વિભૂતિઓ જેવા વિષયોની નિદર્શન કરવામાં આવ્યુ હતું. નિદર્શન વિભાગમાં બહેનો દ્વારા દરેક આશ્રમશાળાઓના બાળકોને સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે સૌએ સમૂહભોજન કરી છૂટા પડ્યા હતા.

26-11-2018
150મી ગાંધી સાર્ધશતાબ્દી અહેવાલ
29-10-2018
નિવૃત્તિ કાર્યક્રમનો અહેવાલ
02-10-2018
ગાંધી જયંતીનો અહેવાલ
26-09-2018
નશાબંધીનો અહેવાલ
અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં નશાબંધી અને આબકારી ખાતું ,તાપી અને પૂ.મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે તા.26/09/2018 ના રોજ ઊજવણી કરવામાં આવી હતી.જેમાં વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,ગાંધી ગીત સ્પર્ધા અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં 9, નિબંધ સ્પર્ધામાં 11, ગાંધી ગીત સ્પર્ધામાં10, પોસ્ટર /ચિત્ર સ્પર્ધામાં 10 એફ વાય અને એસ વાય ની તાલીમાર્થી બેહનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સૌ પ્રથમ પ્રાર્થના સંમેલન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અચાર્યશ્રી સંગીતાબેને ઉદ્દ્બોધન કર્યું હતું. પછી વક્તૃત્વ સ્પર્ધા અને ગાંધી ગીત સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં એફ વાયની 3 એસ વાયની 6 તાલીમાર્થી બેહનોએ ગાંધીજીના અલગ-અલગ જીવન પ્રસંગો વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યારપછી નિબંધ અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધાની શરૂઆત થઈ હતી. નિબંધ સ્પર્ધામાં 03 એફ વાય અને 08 એસ વાય ની તાલીમાર્થી બેહનોએ નશાબંધીમાં સ્ત્રીઓનો ફાળો વિશે નિબંધ લેખન કર્યું હતું અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધામાં વ્યસન નાબૂદ કરવાના સૂચનો આપતા ચિત્રો દોર્યા હતા.
જે સ્પર્ધાઓ યોજવામાં અવી હતી તે સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓનું મૂલ્યાંકન થકી પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો.જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નં.હળપતિ એલિશા બી, બીજો નં. ચૌધરી રાધા ડી અને ત્રીજો નં. ચૌધરી નિકિતા આર, નિબંધ સ્પર્ધામાં પ્રથમ નં.ગામીત સરિતા એ, બીજો નં. કાથુડ દિક્ષિતા આઈ અને ત્રીજો નં. ગામીત દર્શના ડી, ગાંધી ગીત સ્પર્ધામાં પ્રથમ નં.વસાવા સરસ્વતી આર, બીજો નં. ભોયે પિનલ એમ.ડી અને ત્રીજો નં. ટંડેલ યુક્તા એ. અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નં.ચૌધરી વૈભવી એ. બીજો નં. દિયોરા દિવ્યા બી અને ત્રીજો નં.દિયોરા મનિષા એન વિજેતા થયા હતા.
આમ, નશાબંધી અને આબકારી ખાતું ,તાપી અને પૂ.મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી અને બધી તાલીમાર્થી બેહનોએ હર્ષભેર ભાગ લીધો હતો.

06-09-2018
‘મિશન વિદ્યા’નો અહેવાલ
05-09-2018
શિક્ષકદિનનો અહેવાલ
26-08-2018
રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિનો અહેવાલ
અમારી સંસ્થા ક્સ્તુરબા અધ્યાપન મંદીર, બોરખડીમાં રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણી આજ તા.૧૪-૮-૨૦૧૮ ના રોજ કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ શ્લોક ,પ્રાર્થના,ગીતથી શરૂઆત કરી.ત્યારબાદ આચાર્યાશ્રી સંગીતાબેને ઉદ્દબોધન કર્યુ પછી રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિના ભાગરૂપે સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહેંદી,રંગોલી, કેશગુંફન, ચિત્ર,વકતૃત્વ ,આરતી શણગાર, સર્જન તથા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.જેમાં ચિત્ર સ્પર્ધામાં ૧૩તાલીમાર્થી બહેનો,રંગોળી સ્પર્ધામાં ૭ ટુકડીઓ, કેશગુંફનમાં ૭, આરતી શણગારમાં ૨,મહેંદીમાં ૧૫ અને સર્જનમાં ૩ આમ,તાલીમાર્થી બહેનોએ હર્ષભેર ભાગ લીધો હતો.સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થી બહેનોને 1,2 અને 3 એમ ક્રમ આપવામાં આવ્યા.
આમ, અમે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ રાખી અને ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

15-08-2018
15 મી ઓગસ્ટનો અહેવાલ
30-07-2018
કલા મહાકુંભ(જીલ્લા કક્ષા)નો અહેવાલ
27-07-2018
ગુરૂપુર્ણિમાનો અહેવાલ
26-07-2018
પ્રવેશોત્સવ કાર્યક્રમ
11-07-2018
વિશ્વ વસ્તી દિન
25-06-2018
ઇન્ટર્નશિપ પ્રથમ તબક્કાનો અહેવાલ
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી દ્વારા પ્રથમ તબક્કો ઇન્ટર્નશિપનું આયોજન કરવામાં આવ્યું જેનો સમયગાળો તા.૨૫/૦૬/૧૮થીતા.૦૫/૦૭/૧૮ રાખવામાં આવેલ હતો. જેમાં પ્રા.શાળા,લોટરવા,આ.શાળા ,બોરખડી 1 અને 2 અને ગ્રામ શાળા બોરખડીની પસંદગી કરવામાં આવી હતી જેમાં અનુક્રમે માર્ગદર્શક તરીકેની જવાબદારી ચંદ્રકાંતભાઈ, પ્રતિકભાઇ, પંકજભાઈ, સંગીતાબેન અનેપાર્વતીબેનની હતી.આ ઇન્ટર્નશિપમાં ધો.6થી8 ના પ્રથમ સત્રના વિષયો જેવા કે ગુજરાતી,ગણિત,સા. વિ. ,શા.શિ. અને ચિત્રના એક એક એમ કુલ 5 સાદા પાઠોનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થી બહેનો અલગ અલગ વિષયોનું અધ્યયન અલગ અલગ પદ્ધતિઓ જેવી કે નાટક,અવલોકન,આગમન નિગમનથી થયું હતું.
આ ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં પ્રાર્થના સંમેલન પણ વિવિધતા સભર હતું. અધ્યયન કાર્યની સાથે તાલીમાર્થી બહેનોએ સહ અભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે ગરબો, અભિનય ગીત,ડાંગી નૃત્ય વગેરે બાળકોને શીખવ્યા હતા. આ ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નવી નવી રમતો અને ચિત્રનો ઉપયોગ કરતા હતા અને શિક્ષણકાર્યમાં વિવિધ ટી એલ એમો અને ચાર્ટ, વિડીયો,મોડેલ,પ્રત્યક્ષ વસ્તુઓ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય કરાવતા હતા.

23-06-2018
21 મો સંગીત શિબિર -2018નો અહેવાલ
બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ,બારડોલી તથા ગાંધી વિદ્યાપીઠ વેડછીના સંયુક્ત ઉપક્રમે ઉત્તર બુનિયાદી શાળાઓનો સંગીત શિબિર ગાંધી વિદ્યાપીઠ વેડછીમાં રાખવામાં આવેલ હતો. તેમાં અમારી સંસ્થા કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાંથી 5 તાલીમાર્થી બહેનો કલ્પના,ધ્વનિ,કોકિલા,સરસ્વતી,પીનલ એ ભાગ લીધો હતો.જેનો સમયગાળો 23/6/18 થી 25/6/18 સુધી નો રાખવામાં આવ્યો હતો. શિબિરમાં શીખવવા માટે આવેલા તજજ્ઞો ડો.નરેંદ્રભાઈ શાસ્ત્રી, ઉષાબેન મઢીકર, યશોદાબેન સોની, નલીનભાઈ ટંડેલ, આશાબેન પારેખ, અનિલભાઈ, મનીષભાઈ, કરુણાબેન, અર્જુનભાઈ, ઉદયભાઈ, દ્રુપદભાઈ, તિતિક્ષાબેન, જૈમિનભાઈ વગેરે લોકોએ અમને વર્ષા ગીત, પ્રાર્થના, કાવ્યો, દેશભક્તિ ગીત વગેરે શીખવ્યા હતા.

21-06-2018
વિશ્વ યોગ દિનનો અહેવાલ
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી તા.૨૧/૦૬/૧૮ ના રોજ ‘વિશ્વ યોગ દિન’ ની ઉજવણી કરવામાં આવી તેમાં તાલીમાર્થી બહેન અને અધ્યાપકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. યોગની શરૂઆત સવારે 7 કલાકથી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ હળવી કવાયત કરવામાં આવી. હળવી કવાયત જેવી કે , ડોકનું પરિભ્રમણ, ખભાનું પરિભ્રમણ,હાથનું પરિભ્રમણ,કાંદાનુ પરિભ્રમણ,ઘુંટણનું પરિભ્રમણ,પગનું પરિભ્રમણ વગેરે..ત્યારબાદ બેસીને કરી શકાય તેવા આસનો જેવા કે પદ્માસન,પશ્ચિમોતાસન,અર્ધ વક્રાસન,વજ્રાસન વગેરે.. કરવામાં આવ્યા.આમ, અમને આસનો ખૂબ સરળતાથી કરાવ્યા અને તેનું મહત્વ પણ સમજાવ્યું.
ત્યારબાદ ઉભા ઉભા કરી શકાય તેવા આસનો જેવા કે તાડાસન,ત્રિકોણાસન,વૃક્ષાસન,ગરુડાસન વગેરે આસનો કરવામાં આવ્યા પછી સુઇને કરી શકાય તેવા આસનો જેવા કે ઉત્તાનપાદાસન,મકરાસન, ભુજંગાસન,સવાસન વગેરે આસનો કરવામાં આવ્યા.આમ, અમને તમામ આસનોના ફાયદા સમજાવ્યા અને તેના દ્વારા શરીરના વિકાસની સમજ આપવામાં આવી.ત્યારબાદ પ્રાણાયામ જેવા કે ઓમકાર,કપાલભાતી,ભ્રામરી,અનુલોમ-વિલોમ,ધ્યાન વગેરે પ્રાણાયામ થયા.
આમ, અમારી કોલેજમાં ‘વિશ્વ યોગ દિન’ ઉજવણી ખૂબજ ઉત્સાહથી કરવામાં આવી.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન એલિશાબેન,સરિતાબેન અને કોકિલાબેને કર્યું. અમને તો આસન અને પ્રાણાયામ કરવાની મજા આવી.સાથે સાથે અમારા અધ્યાપકોને પણ ખૂબ મજા આવી.ખરેખર આ દિવસે અમને યોગ અને આસનો વિશે શીખવા અને જાણવા મળ્યું.